અમારા વિશે

બાળકો મહત્વપૂર્ણ છેઅમારો મંત્રાલય

બાળકો મહત્વપૂર્ણ છે“બાળકો મહત્વપૂર્ણ છે” એ આંતર-સાંપ્રદાયિક પેરા-ચર્ચ સંસ્થા છે જે ૨૦૦૫ માં સ્થાપેલ હતી.અમારું ધ્યાન  વિશ્વભરમાં બાળકોના મંત્રાલયો  અને તેના સંબધિત માહિતીઓ પર વિશેષ ભાર છે.

 

બીજા ઘણા અન્ય સંસ્થાઓથી અમે બે તરીકેથી અલગ છે. પહેલું, અમે બધું જ મટેરિયલ ફ્રી ડાઉનલોડ માટે ઓનલાઈન મુકીએ છીએ. અમારા છાપેલા પુસ્તકોની કિમત પડતર કીમતે છે, તે છતાં અમે ઝેરોક્સ માટે રોકતા નથી. બીજો ફરક એ છે કે અમે વારંવાર તેજ માહિતીઓ રીપીટ નથી કરતા, પરંતુ નવી રવિવાર શાળા અને વિબીએસ અભ્યાસક્રમ હર વર્ષે બનાવીએ છીએ.

અમે મેક્સિકો શહેરથી એક કલાકની દુરી પર પ્રતિષ્ઠિત છીએ. છેલ્લા દસ વર્ષોથી, લટીન અમેરિકામાં “લોસ નિનોસક્યુએન્ટન” નામની મંત્રાલય માટે સ્પેનીશ ભાષામાં પુસ્તકો બનાવી રહ્યા છે. ૨૦૧૪ માં, અમે દુનિયાના તમામ દેશોના ચર્ચોને સમાવવા ખાતર અંગ્રેજી ભાષા સાથે દ્રષ્ટી બનાવી. ૨૦૧૫ માં, અમે પોર્ટુગીઝ, હિન્દી, તેલુગુ, કન્નડ, મલયાલમ અને મરાઠી ભાષામાં અમારા પુસ્તકોનું અનુવાદિત કરવાનું શરુ કર્યું. વર્તમાન માં અમારી પાસે ૨૦ લોકોનો સ્ટાફ છે, ઓન અને ઓફ-સાઈટ, ઓફીસમાં કામ કરીને મટેરિયલ બનાવવાનું, અનુવાદમાં, પ્રિન્ટ દુકાનમાં તથા વેચવા માટે કામ કરતા હોય છે. અમે ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનોની ટીમ છીએ, જે તમને મદદ કરવા માટે કામ કરે છે.

તમે જીવન બદલવા માટે અહીં છો; અમે તમને મદદ કરવા માટે અહીં છીએ

સંપર્ક માહિતી

“ચિલ્ડ્રન આર ઈમ્પોર્ટન્ટ” નું મુખ્ય કાર્યાલય મેક્સિકો શહેરની બહાર સ્થિત છે.
૫૨-૫૯૨-૯૨૪-૯૦૪૧ (મેક્સિકો - સ્પેનીશ/અંગ્રેજી)

kristina@childrenareimportant.com
વ્હોત્સ અપ: +૫૨૧૫૫૪૫૬૦૪૦૭
ભારતમાં - બ્લેસ્સી જેકોબ: +૯૧૯૬૫૬૦૭૫૫૮૭

અમારી ઓફિસઅમારો મંત્રાલય

દુનિયા ભરના ઘણા ચર્ચો પર્યાપ્ત સાધનસંપત્તિ વગર આગામી પેઢી સુધી પહોચવા માટે કામ કરી રહી છે. અમારી વેબ પરની બધી જ માહિતી ડાઉનલોડ કરવા માટે ફ્રી, ફોટોકોપી માટે ફ્રી, અને વાપરવા અને લઇ જવા માટે ફ્રી છે. હા, તમે તે બરાબર જોયું-આ પૂર્ણપણે ફ્રી છે!
દર વર્ષે આપણે નવા પુસ્તકો લખવાનું અને ઉત્પન્ન કરવાનું ચાલુ રાખીએ છીએ. આ રીતે, આવતી કાલની ચિંતા કર્યા વગર અમારી પાસે જે કઈપણ ઉપલબ્ધ છે તેનો તમે ઉપયોગ કરી શકો છો. આવતા વર્ષે બીજો નવો મટેરિયલ ઉપલબ્ધ રહેશે! અમે સારી ડીઝાઈન્સ સાથે સરળતાથી છાપી શકો તેવું આપશું. તમારે હરેક સપ્તાહ નો પાઠ ડાઉનલોડ કરવાની જરૂર નથી કારણકે દરેક રવિવાર શાળા અભ્યાસક્રમ ૧૩ અઠવાડિયાના એકસાથે મુકવામાં આવે છે. તમે શિક્ષકોના પુસ્તકો અને છાત્રોના પુસ્તકો તમારી ઉમરના ગ્રુપ માટે છાપી શકો છો, અને આગળના ત્રણ મહિનાના વર્ગો માટે તમે તયાર થઇ જશો.
હાલમાં અમારી વેબસાઈટ પર દરરોઝ ૧૦૦૦ અનન્ય વિઝીટર્સ છે, ૨૮ અલગ અલગ દેશોમાંથી રોજ સરેરાશ ૧૦ ગીગાબાઇટ્સ ડાઉનલોડ કરી રહ્યા છે. આ રોજ સરેરાશ ૭૦૦ પુસ્તકો ડાઉનલોડ કર્યા હશે! આ સંખ્યા સાથે, અમે સાવધાની પૂર્વક અંદાજો કરી શકીએ કે છેલ્લા વર્ષે, ૧.૫ લાખ બાળકો ભગવાન વિશે અમારા વિબીએસ અને રવિવાર શાળા મટેરિયલ્સ માંથી શીખી રહ્યા હતા. ભગવાનની સ્તુતિ કરો!
કારણ કે જરૂરિયાત એટલી મોટી છે અને પ્રિન્ટીંગ એટલી મોંઘી હોઈ શકે છે, અમારી પાસે મેક્સિકોમાં પ્રિન્ટ દુકાન પણ છે. અમે સ્પેનીશમાં છાપેલી પુસ્તકો નફા વગર વેચીએ છીએ. અમે અહિયાં પૈસા કમાવવા માટે નથી પરંતુ ઇસુ ખ્રિસ્ત માટે આવતી પેઢીનું દિલ જીતવા માટે છીએ. ૨૦૧૪ માં, અમે પુસ્તકો છાપીને ૧૩ અલગ અલગ સંપ્રદાયોમાંથી ૨૫૦૦ થી વધારે ચર્ચોને મોકલાવી, સાથે ૧૫૦,૦૦૦ બાળકો કરતા વધારે માટે છાત્ર પુસ્તકો છાપી. અમે ભારતમાં પણ છાપવાની આશા કરીએ છીએ.

અમારા દ્રષ્ટિનો બીજો ભાગ શિક્ષકો માટે ટ્રેનીંગ, દ્રષ્ટિ અને વ્યાવહારિક સૂચનો છે. અમારું કામ સમર્પિત શોક્ષકો માટે મટેરિયલ પૂરી પાડવું, પ્રોત્સાહન અને પ્રેરણા આપવાનું છે, તેમને વાસ્તવિક મંત્રાલય પર તેમની આસપાસના બાળકોને ધ્યાન આપવા માટે પરવાનગી આપે છે.અમે છેલ્લે છોડ્યા વગર વર્ષો માટે મદદ કરવા ઇચ્છીએ છીએ. અમે જાણીએ છીએ કે સન્ડે સ્કૂલનું શિક્ષણ ચાલુ રાખવું કે નાસ્તો કાર્યક્રમ ચાલુ રાખવું અથવા તમારા બાળકોની મંત્રાલય માટે તમને જરૂરી પુરવઠો ખરીદવા માટે ભંડોળ ઊભું કરવાનું ચાલુ રાખવું કેટલું મુશ્કેલ છે. છોડવું ખુબજ સહેલું છે, પરંતુ આ કામ કરવામાં આનંદ અને છોકરાઓની જીંદગીમાં ફળ જોવામાં છે. અમે આ પ્રેરિત લેખો સાથે, ટ્રેનીંગ વિડીઓ, અને લાઈવ પરિષદો કરીએ છીએ.

અમને આશા છે કે અહિયાં તમને પ્રોત્સાહન અને સાધનસંપત્તિ મળશે. www.ChildrenAreImportant.com! પર આપનું સ્વાગત છે.